Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vandana Patel

Fantasy

3  

Vandana Patel

Fantasy

અતીત

અતીત

1 min
173


એકાંતે હાસ્ય અને આંસુ, મનને કરે ટકોર, અતીતની યાદો,

સુખ અને દોસ્તોની યાદો હાસ્ય રેલાવે, અતીતની શેરીએ,


એ જ દોસ્તો ને સ્વજનોની ચિરવિદાય, અતીતને કંપાવે,

જીવન-મૃત્યુનો ફેરો, વર્તમાન છે ભવિષ્ય અને અતીતના ટેકે,


ન કોઈ ભાગી શકે અતીતથી, જોડાણ અતુટ અતીતને મનથી,

હોય સ્વચ્છ અતીત, નિરાંતનો વર્તમાન, બને ભાવિ સુખમય 

જેટલી કરીએ એટલી ઓછી,વણાયેલી રહે અતીતની વાતો.


ન સ્વમાન સચવાય મહત્વ ઓછું અંકાય વ્યક્તિ તરીકેનું,

એવો કરે સતત અનુભવ, બાંધે ધારણાં વાસ્તવિકતાથી વિપરીત,


સમજણ પડે છે કાચી, દ્ઢ મનોબળ વાળો પડે જ્યારે ઢીલો,

હાસ્ય, રુદન, ખુશી, ઉદાસી, કડવી મીઠી છે રંગ જીંદગીના અવનવાં,

કડવી વાતોથી મન ઘવાય, ન જવાબ પાછો વળાય.


ન ભાગી શકે, ન મનમાં સાચવી શકે, તો બને માનસિક રોગી

જીવે ત્યાં સુધી રહે ભૂતકાળમાં, કહેતા ફરે અતીતની વાતો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy