STORYMIRROR

Manjula Bokade

Children

3  

Manjula Bokade

Children

અસત્ય સામે સત્ય મૌન

અસત્ય સામે સત્ય મૌન

1 min
193

અસત્યની સામે લાગે છે સત્ય મૌન છે,

આજના યુગમાં ભ્રષ્ટાચાર સામે શિષ્ટાચાર મૌન છે,


જિંદગીના સફરમાં થતાં અન્યાયો સામે,

ન્યાયનું પલડુ જાણે લાગે છે મૌન છે,


સરેઆમ થાય છે દીકરીની હત્યા,

જોનાર લોકો જાણે લાગે છે મૌન છે,


કેવી છે આ દુનિયા જેમાં માનવતા છે મરી પરવારી

લોકો જાણે મૂક પ્રેક્ષકોની લાગે છે સવારી,


મોંઘવારીએ મૂકી છે બજારમાં માઝા

સમસ્યાના પ્રશ્નો છે ઘણા ઝાઝા,


આ સમસ્યાને સાંભળનાર કોઈ નથી મળતો,

આ સમસ્યાને હલ કરે એવો કોઈ નથી મળતો,


આ બહેરા મૂંગાની દુનિયામાં જાણે ચીસો પણ છે મૌન,

આ વેદના સાંભળી કોણ તોડશે આ ચૂપકી અને મૌન.


Rate this content
Log in

Similar gujarati poem from Children