STORYMIRROR

Tirth Soni "Bandgi"

Abstract Tragedy

4  

Tirth Soni "Bandgi"

Abstract Tragedy

અશ્રુનાં આકાર

અશ્રુનાં આકાર

1 min
215

વાતો ખૂબ કરી વખાણી વખાણી વસંતની,

આવો પાનખરની પરખ કરાવું,


ખૂબ કરી વાતો વરસતાં વરસાદ ને શીળી ટાઢની,

આવો ગ્રીષ્મના સળગતાં અંગાર બતાવું,


ગાયા ઘણાં ગીતો નાચી નાચી પ્રેમના,

આવો વિરહ વેદનાથી મળાવું,


સ્વાંગ સ્મિતના ખૂબ સાચવી સાચવીને કર્યાં

આવો એ રૂદન ખૂણો ઓળખાવું,


સુખદ સ્વપ્નોને સ્વર્ગ સમજી ને સાદ્યા,

આવો વાસ્તવિકતાનાં નરકમાં લઈ જાવ,


કો' હૈયાની કોરમાં વાતો ઝબોળી પ્રેમની,

આવો હૃદયના ધબકારનું કારણ સમજાવું,


કલ્પનાના વિશ્વની સુંદરતા સ્યાહી રડતાં- રડતાં કે'તી,

આવો એ કલમના અશ્રુ આકાર પરખાવું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract