STORYMIRROR

Bharat Thacker

Abstract

4  

Bharat Thacker

Abstract

અપરિચિતથી પરિચિત

અપરિચિતથી પરિચિત

1 min
263

અપરિચિત ચીજો, અપરિચિત વ્યક્તિ ઘણીવાર કરી જાય ચકિત છે,

અપરિચિત બનીને આવેલા જીવનસાથી, બની જાય જિંદગીભરની પ્રીત છે,


પરિચિત સાથે રહે છે આસાની, અપરિચિત સાથે છે થોડી મુશ્કેલી

જિંદગીમાં અપરિચિત સાથે વ્યવહારની આ સામાન્ય રીત છે,


અપરિચિત સાથેના વ્યવહારમાં કોઈ પણ આવી શકે પરિણામ

અપરિચિત એ સંભાવનાઓથી વિભાજીત છે,


અપરિચિત રસ્તા પર વધતા રહો આત્મવિશ્વાસ સાથે આગળ

મસ્ત મજાની મંઝિલ મળવાનું એમાં ગર્ભિત છે,


આપણે દુનિયામાં આવ્યા ત્યારે ક્યાં કોઈનાથી હતા પરિચિત ?

જીવનથી મરણ સુધીના સફરમાં ઘણું અપરિચિત નિહિત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract