અનાવરણ
અનાવરણ
અનાવરણ કરો પ્રભુ માયાગ્રાહનું,
આત્મદીપ પ્રકાશે આ કોડિયાનું,
રચયિતા બની તું તો ખેલ નિહાળે,
આવ તું ! ચકાસ, તારી રચનાને,
માણસનાં વેશમાં પથ્થરોનાં પૂતળાં,
જીવતરમાં કેટલાય ઉપેક્ષાનાં ઢગલાં,
અનાવરણ કરો આ ચંચળ મનનું,
વિચારોમાં ગૂંચવાયેલ અંતઃકરણનું,
અનાવરણ કરો ભટકતી બુદ્ધિનું,
કાવાદાવા, રાગદ્વેષમાં અટવાયેલ ચિત્તનું,
અનાવરણ કરો તમસ સંસ્કારોનું,
વિકારોનાં અડફેટે ચઢેલી વ્યાકુળતાનું,
અનાવરણ કરો અરમાનોની વ્યથાનું,
જીવન સાગરમાં અભડાયેલાં માનવનું,
લોભ, લાલચ, મોહ-માયાનું કરો અનાવરણ,
પ્રેમ, દયા, ભકિત, કરુણાનું કરો અવતરણ,
રહે જીવતરમાં પ્રભુ તારો - મારો સાથ,
માનવતા, મધુરતાથી મહેકે જીવન સંસાર.
