અમથાલાલ
અમથાલાલ
અમથા અમથા કરાતા કાર્યોએ બનાવ્યા છે આપણને અમથાલાલ
અમસ્તા અમસ્તા કાર્યો કરે છે, આપણા સહુનો સમય હલાલ,
સ્નાન કે સૂતક ના હોય, તેવા વિષયોની અમથે અમથી કરે ચર્ચા
ચોળીને કરે ચિંગમ અને બનાવે અમથો અમથો વટનો સવાલ,
અમથા અમથા પડ્યા પાથર્યા રહે, અમથા અમથા સૂઈ જાય
મુંગેરીલાલ જેવા સપના જોયા કરે, મેળવે કુંભકર્ણની તાલ,
ભૂખ ન હોય છતા ખાધે રાખે, પીતા રહે વગર તરસે
અમથી અમથી દિનચર્યામાં કરે તંદુરસ્તી પાયમાલ,
આજે મને કાંઈ ના સૂઝયું, એટલે હું પણ બની ગયો અમથાલાલ
‘અમથા’ પર લખી કવિતા અમથી અમથી, છે ને મારી કલમની કમાલ !
