અજબ ચેહર મા
અજબ ચેહર મા
છે ગજબ ચેહર મા જ્યાં ઝૂકી જવાય છે,
ને મસ્તક પ્રેમથી મા નાં ચરણોમાં ઝૂકે છે.
અજબ ચેહર માં નાં પરચાઓ છે,
જિંદગી જીવવા જેવી બનાવે છે,
મીઠાં વેણ થકી મા ની આરાધના કરો,
ભાવના તરતજ વાયુવેગે મા આવે છે,
જો રિસાઈ જાય તો મનાવવી ભારે છે,
અજબ એવી ચેહર મા ની માયા છે,
ગોરના કૂવે બેઠી હાજરાહજૂર છે,
ચેહર મા મહેર કરીને લહેર કરાવે છે.
