અહમનો ઉચાળો
અહમનો ઉચાળો
સૂનો જાણે ગળચટ્ટો ગરમાળો,
શૂન્ય તણો સરવાળો,
ખગ, વિહગ, પંખીનો માળો,
શૂન્ય તણો સરવાળો,
ચારણી છંદે કર્મનો તાળો,
શૂન્ય તણો સરવાળો,
અહમનો કાંકરો ભરે ઉચાળો,
શૂન્ય તણો સરવાળો,
અમરતનો ઓરડો થાય રૂપાળો,
શૂન્ય તણો સરવાળો.
