અગ્નિમાં હોમ
અગ્નિમાં હોમ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
હા,
હું તારામાં વસી જવાં માંગું છું,
સ્પર્શ કર્યા વગર જ તને મહેસૂસ કરવાં ચાહું છું,
મારી કવિતામાં તને ઘોળીને પી જવાં તરસું છું,
તું વાંચે મારી કવિતા,
એ શબ્દો થકી તને ચૂમી લેવા ચાહું છું,
તું જોવે મારી આંખોમાં,
ને એજ નજરથી હું મારા આંખનું આંજણ ચાહું છું,
તારી બાથમાં જ હું મારો શીતળ વિસામો પાથરું છું,
ઠીક તારાં હૃદયનાં ધબકારા પાસે જ હું મારું સંગીત સાંભળું છું,
જાણું છું તારી ભીતર આગ છે,
હું દાઝી જઈશ એમ કરી દૂર ના કરીશ મને,
કારણ કે,
તારી અંદર સળગી રહેલી એ જ અગ્નિમાં હું પોતને હોમી દેવા ચાહું છું.