અધૂરપ
અધૂરપ


અધૂરપનાં ધણ ચાલ્યાં છે,
ઈચ્છાઓના રણ ચાલ્યાં છે.
આજ દુઃખમાં છે આ હૈયું,
આંખોનાં એ સપનાં ચાલ્યાં છે.
અધૂરપ રહી જીવન જીવવા,
અપેક્ષાઓનાં વન ચાલ્યાં છે.
આમ હસતાં ચહેરાઓ જોવાને,
અશ્રુઓનાં વહાણ ચાલ્યાં છે.
યુગોથી એક મૃગતુષ્ણા લઈ,
જળને મળવા રણ ચાલ્યા છે.