અડગ આત્મવિશ્વાસ
અડગ આત્મવિશ્વાસ
ચાલતો રહીશ અંધત્વના અંજન આંજી, એકલ વિહારે
ખુશહાલ જિંદગી, અડગ આત્મવિશ્વાસના આધારે
બંધ આંખોમાં સુંદર ઇન્દ્રધનુષી રંગો, કર્ણપટલ ભરે
કલ્પનાઓ રચે કવિતાઓ ભાવભીની, હૃદયને આરપાર કરે,
ન જોઈએ ખભો સહાનુભૂતિનો, નથી ચાલવું દયાને સહારે,
હરપળ રંગ બદલતી દુનિયાથી ભલી, રંગહીન દુનિયા અમારે,
લખી, વાંચી, ભણી શકાય આજે, બ્રેઈલ લીપીના માધ્યમ આધારે,
નેત્રદાન મળવું સહજ બન્યું હવે, જનજાગૃતિના ઉત્તમ વિચારે,
સહારો બનું હું જો સથવારો બનો તમે, પ્રેમની પગથારે
ઝંપલાવીએ ડૂબીને તરીએ આપણે, ભવોદધિ કિનારે.
