STORYMIRROR

Smita Dhruv

Children Others

3  

Smita Dhruv

Children Others

આવતે જન્મે

આવતે જન્મે

1 min
14.1K

બા, આવતે જન્મે હું ચોપડી થાઉં તો કેવું ?

બા, મને સૌ ઊંચકી - ઊંચકીને ફરે એ ગમે હોં !

બા, મને વહાલથી સાચવીને ભણે એ ગમે હોં !

બા, આવતે જન્મે હું ચોપડી થાઉં તો કેવું ?

બા, સૌને જાત-જાતની વાર્તાઓ હું વંચાવું હોં !

બા, સૌને નિત નવાં ચિત્રો હું બતાવું હોં !

બા, આવતે જન્મે હું ચોપડી થાઉં તો કેવું ?

બા, પેલી તારલાની તારી વાત યાદ છે ને ?

બા, તેની હોડી બનાવીને પેલે પાર જાઉં હોં !

બા, આવતે જન્મે હું ચોપડી થાઉં તો કેવું ?

બા, તું ક્યારેક જો રિસાઈને દૂર ચાલી જાય તો,

બા, પાને-પાને હું તારું નામ રટતો, પાછી બોલવું હોં !

બા, આવતે જન્મે હું ચોપડી થાઉં તો કેવું ?

Rate this content
Log in

Similar gujarati poem from Children