STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Classics Children

4  

Vrajlal Sapovadia

Abstract Classics Children

આઠ અજાયબી

આઠ અજાયબી

1 min
60

જઠર સંઘરે છે તેજાબ જિંદગીભર વિના કાટ, 

દાઢ ભાંગી ભુક્કો કરી પાડી દ્યે સૌ ચત્તા પાટ. 


રાય જેવડી કિકી બતાવે મસ મોટો પરવત, 

દાંત કાપે કોચલાં કઠણ જાણે તીણી કરવત. 


દુનિયાભરનાં દુશ્મન સહસ્ત્ર યાદ રાખે મગજ, 

સુકલકડાં ટાંટિયાં બિચારાં ચાલતાં કરોડો ગજ. 


ધબકે હૃદય સીંચતું રક્ત અખૂટ લખલૂંટ દવા, 

ધમણ જેમ ચાલતાં એ ફેફસાં તાજી ફૂંકતા હવા. 


જઠર સંઘરે છે તેજાબ જિંદગીભર વિના કાટ, 

અનન્ય અનુપમ ને અદ્વૈત ઘડ્યાં કરોડો ઘાટ. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract