Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Classics

3  

Chaitanya Joshi

Classics

અખિલ બ્રહ્માંડમાં રે...!

અખિલ બ્રહ્માંડમાં રે...!

1 min
13.7K


નથી કોઈ હરિની હારોહાર અખિલ બ્રહ્માંડમાં રે.

જયાં બુદ્ધિ નહિ પહોંચનાર અખિલ બ્રહ્માંડમાં રે...


હોય હજારો દોષીને પાપી પસ્તાવે દેતો એ કાપી,

ખુદ હરિ હો આવકારનાર અખિલ બ્રહ્માંડમાં રે...


આવી શરણ જે પોકારે હરિવર એને તો ઉગારે, 

એનું વાત્સલ્ય અનરાધાર અખિલ બ્રહ્માંડમાં રે...


અંતર જેનું હરિને ઝંખે બેસાડે એ નિજના અંકે,

સાંભળતાં ભક્તના પોકાર અખિલ બ્રહ્માંડમાં રે...


શ્વાસે શ્વાસે સ્મરણ એનું ઉર પણ ધબકારે જેનું, 

છોડી આવે એ કામ હજાર અખિલ બ્રહ્માંડમાં રે...


હરિવર હેતમાં સૌથી સવાયા દીધી માનવ કાયા,

સમય સાચવી લે કિરતાર અખિલ બ્રહ્માંડમાં રે...


Rate this content
Log in

Similar gujarati poem from Classics