Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Fantasy

3  

Kalpesh Vyas

Fantasy

કવિ અવકાશયાત્રીને મળ્યા

કવિ અવકાશયાત્રીને મળ્યા

1 min
466


એક કલ્પનાશિલ કવિ અને એક અવકાશયાત્રી

બન્ને જ્યારે એકબીજાને મળ્યા હશે

ત્યારે એ બન્નેની વચ્ચે

કંઈક આવો સંવાદ સર્જાયો હશે


*કવિ:* 

તમે તો ખરેખર જ ચંદ્ર પર પહોંચી ગયા,

પણ હું તો સૂરજ પર જવા માંગુ છું,

તમે ચંદ્ર પરથી સુખરુપ પાછા આવી ગયા,

હું પણ તો સૂરજ પરથી પાછો આવવા માંગુ છું,


*અવકાશયાત્રી:* 

તમે આ કેવી વાત કરી રહ્યા છો ઓ મિત્ર!

તમે કેવી ગજબની કામગિરી કરવા માંગો છો,

ભઈ, અમે તો શિતળ ચંદ્ર પર ગયા હતા,

તમે લાવા કરતા ઉષ્ણ સૂરજ પર જવા માંગો છો?


*કવિ:*

તમે તો ચંદ્ર પર સ્પેસ સૂટ પહેરીને ગયા હતા,

હું બંકર ગિયર પહેરીને સૂરજ પર જવા માંગુ છું,

હું જાણું છું કે સૂરજમાં ખૂબ જ આગ છે,

જૂનૂન છે કે લાવામાં ઓગળી જવા માંગુ છું,


*અવકાશયાત્રી:*

ભાઈ ઊનાળામાં ખુબ તડકો હોય છે,

એ તડકો તો માંડ સહન કરી શકો છો,

એમ છતાય ઉત્સાહમાં આવી કહો છો,

કે તમે એ ગરમી સહન કરી શકો છો!

 

*કવિ:*

હું માનું છું કે દિવસે ખુબ તડકો લાગે છે,

એટલે જ હું ત્યાં રાત્રે જવા જવા માંગું છું,

અરે ભાઈ તમે તો ખરેખર ચંદ્ર પર ગયેલા,

મારી 'કલ્પ'નાથી હું સૂરજને અડવા માંગુ છું,


એ કહેવત તો તમે સાંભળી જ હશે

"જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ."


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy