Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy

0.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy

શોધું છું

શોધું છું

1 min
7.3K


ઘરની અંદર આ પડેલા એક ચાંદરડા માં,

હું આખે આખો ધગધગતો સૂરજ ગોતું છું,


આ તમારી આંખોમાં ડોકિયા કરી કરી ને,

મને ખુદને જ ખબર નથી કે હું શું શોધું છું,


હસીન ચહેરાઓના જંગલમાં અટવાયો છું,

ના જાણે કેટલા જન્મોથી ચાંદ ને શોધું છું,


જમીન ઉપર ભટકી ભટકી ને અંધ ની જેમ,

જમીનને જ વળગેલા આસમાન ને શોધું છું,


આ માયાજાળ ધર્મોની ભરમાવી ગઈ મને,

હવે એક સરળ નિખાલસ સ્વધર્મ શોધું છું,


જીવતી લાશોમાં બંધ પડેલા આ હૃદયોમાં,

ખોવાઈ ગયેલા બે-ચાર ધબકારા શોધું છું,


પાંપણ પર આવીને અટકેલી અશ્રુધારમાં,

અધરોએ ખોયેલા સ્મિતના ફુવારા શોધું છું,


વાત્સલ્ય ના વાવાઝોડામાં અટવાયેલો હું,

જનમદાતા ની એક શીતલ લહેર શોધું છું,


"પરમ" માં જાણીબૂજીને જ જાતને ખોઈને,

હું "પાગલ" થઈને ખરેખર કોને શોધુ છું?


Rate this content
Log in

Similar gujarati poem from Drama