Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dina Chhelavda

Abstract Fantasy

4.7  

Dina Chhelavda

Abstract Fantasy

ટહુકતી ગઝલ

ટહુકતી ગઝલ

1 min
779


સોનેરી પ્રભાતમાં ખીલતી ગઝલ,

સોહામણી સાંજે ગુંજતી ગઝલ, 


આભ ને અવનીના મિલનની પળમાં,

ક્ષિતિજે સ્મિતમાં નિખરતી ગઝલ, 


સંધ્યાના કેસરિયા રંગમાં વિખરાતી,

તારાઓના ઝૂમખે ટમટમતી ગઝલ, 


ભીની મોસમની વરસાદી વાછટમાં,

પ્રેમીઓના પ્રેમમાં વરસતી ગઝલ, 


પહાડોથી વહેતા ઝરણાં ને ધોધમાં,

ઉછળતી ઊર્મિમાં ધબકતી ગઝલ, 


ડાળીએ ઝૂલતાં પુષ્પોની ફોરમમાં,

વિહંગોના ટહુકામાં ટહુકતી ગઝલ, 


વાસંતી સપનામાં, પલકોની ધારમાં,

યાદોના ઉપવનમાં ફોરમતી ગઝલ, 


કોરા કાગળમાં ને રંગભર્યા ચિત્રમાં,

શબ્દોના મોતીઓમાં ગુંથતી ગઝલ, 


મૌન સંવેદના ને પ્રેમના એકરારમાં,

હૃદયની લાગણીમાં નિતરતી ગઝલ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract