કહાણી એક સંભળાવવાની છે તમને હજી ,
કહાણી એક સંભળાવવાની છે તમને હજી ,
કહાણી એક સંભળાવવાની છે તમને હજી,
એ નયનોમાં છે બંધ કહાણી છે હજી,
કરી પૂજા તમારી, બન્યો છું કાફર હું,
તસ્વીર વસાવવાની છે દિલમાં હજી,
કરે છે કલશોર મારો માળો ય ખરે,
સંતતિને સંભળાવવાની છે કહાણી હજી,
કરી ગિરફ્તાર મારા શ્વાસને આ રીતે,
દિલના દર્દને શમાવવાનું છે હજી,
નાવ કાગળની અને આ તોફાન,
નાવને નિજની, બચાવવાની છે હજી.
