શું ખરેખર આપણે આઝાદ છીએ ?
શું ખરેખર આપણે આઝાદ છીએ ?
થયા આઝાદ અંગ્રેજોથી
સંકુચિત મનનાં ગુલામ છીએ !
શું ખરેખર આપણે આઝાદ છીએ..?
યુવાધન અથડાતું દિશાવિહીન
ચારેકોર લાંચરુશ્વતનું રાજ છે !
શું ખરેખર આપણે આઝાદ છીએ..?
ધર્મનિરપેક્ષ આપણો દેશ
હિંદુ મુસ્લિમનાં રમખાણ છે !
શું ખરેખર આપણે આઝાદ છીએ..?
બાળદિવસ ઉજવાતો ઠાઠથી
બાળકીઓ રોજ ચૂંથાંય છે !
શું ખરેખર આપણે આઝાદ છીએ..?
સાદગીની ઓળખ ખાદી
રાજકારણીઓની ઓળખ મનાય છે !
શું ખરેખર આપણે આઝાદ છીએ..?
સમાનતાનાં આગ્રહી આપણે
નોકરીના વેતનમાં અંતર રખાય છે !
શું ખરેખર આપણે આઝાદ છીએ..?
શક્તિનાં ઉપાસક આપણે
નારીનું શોષણ રોજ થાય છે !
શું ખરેખર આપણે આઝાદ છીએ..?
વીર શહીદો પૂછે એક પ્રશ્ન
શું સહાદત અમારી વ્યર્થ છે..?
શું ખરેખર આપણે આઝાદ છીએ..?
