લખવું છે
લખવું છે
કહી શકું અંદરની આખ્ખે આખ્ખી વાત,
ભલા માણસ એટલા સારું લખવું છે,
કરન્ટની વાત કરનારા ફળદાયી રહ્યો તારો કટાક્ષ
હવે ન્યુટ્રલ નહીં ફેઝ મારે બનવું છે,
બોલ બોલ કરીશ તો 'બોલ બચ્ચન ' બની જવાશે
અંદર લાગેલી આગ સખણી રહે
ભલા માણસ, એટલા સારું લખવું છે,
કલાકો થયા હોડીમાં બેસી રહ્યે, જરા હાથ-પગ છૂટા થાય એટલા સારું
હોડીમાંથી કૂદકો મારી આજ મારે તરવું છે.
