કોરોના
કોરોના
હાથથી હાથ મિલાવવાના થયા બંધ,
ને માનવે માનવથી બનાવી 'દો' ગજ દૂરી.
હેં...કોરોના તેં તો ગજબ કર્યો.
સામાન્ય શરદી, ખાંસીને તાવ ગણાઈ મોટી બીમારી,
પોતાનાજ થઈ જાય દૂર એને સમજી મહામારી,
હેં... કોરોના તેં તો ગજબ કર્યો.
રાત-દિન ઘરમાંજ કેદ થઈ માનવ જિંદગી,
નાના-મોટા સેંકડોને ભરખી ગઈ આ માંદગી,
હેં... કોરોના તેં તો ગજબ કર્યો.
બસ ! હવે બહુ થયું કોરોના તારું આ તૂત,
'રાજ' કરે દુઆ, ધરતી પર બની રહે ઇન્સાનનું વજૂદ,
હારશે 'કોરોના' છે યકીન 'રબ' પર.
