નિર્ભયા
નિર્ભયા
મર્યાદાઓથી બંધાયેલી પૂતળી છું,
ને,સંબંધોથી વિટંળાયેલી સુંદરી છું,
સવારથી સાંજ લગી, કામવાળી છું,
ને, રાતના અંધારે જલતી ફુલવારી છું,
શણગારો તો અદભુત અલંકાર છું,
બાકી હવસ સંતોષતું એક કંકાલ છું,
કહી દઉં વ્યથા તો કુલટાનો કરતાલ છું,
ને સહી લઉં કથા તો 'સ્ત્રી'નો અવતાર છું,
રામની હાટડીએ સળગતી સીતા છું,
ને,જુગટામાં હરાતી ધર્મની પાંચાલી છું,
મહેલમાં વનવાસ ભોગવતી ઉર્મિલા છું,
ને,રોજ ગલીઓમાં પીખાતી નિર્ભયા છું.