Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ક્યારેક
ક્યારેક
★★★★★

© Nita Patel

Romance Tragedy

1 Minutes   13.1K    8


Content Ranking

આ ગઝલ લખતી હું પણ ફરિયાદમાં ક્યારેક તો,

કેમ ના આવ્યો ભલા વરસાદમાં ક્યારેક તો ?

સાંજ ઢળતી જાય છે ને રાહ હું જોયા કરું,

પાંપણો  છલકાય  છે ઉન્માદમાં  ક્યારેક તો.

મૌન રહીને થાય છે  પંખી ધણાં ઘાયલ સનમ,

પ્રેમની કર વાત તું સંવાદમાં ક્યારેક તો !

રાતભર જોયા  કરું શમણાં હું તારા એટલે,

આવ સામે, જોઇએ ના યાદમાં  ક્યારેક તો.

જિંદગીથી ખુશ છું તોયે સદા લાગ્યા કરે,

કો’ક ખેંચી જાય છે વિખવાદમાં ક્યારેક તો.

સાંજ ઉન્માદ ફરિયાદ જિંદગી ગઝલ પ્રેમ Love

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..