STORYMIRROR

Heena Pandya (ખુશી)

Fantasy

5.0  

Heena Pandya (ખુશી)

Fantasy

રાતને આકાર દે.

રાતને આકાર દે.

1 min
1.0K


ખ્વાબ ધુંટી રાતને આકાર દે.

આવ શ્વાસે'ને પછી સ્વીકાર દે.


કર જણાવીને મને એ ફેંસલો,

ને તમાશાને હજી અધિકાર દે.


આંજ આંખે લે હવે ઉજાગરો,

પ્રણય દરવાજે રહી તુંકાર દે.


ધૂન છેડી એકતારે હૃદયમાં,

એ ખનકતો ટેરવે રણકાર દે.


રે કસર જો પામવામાં,દે લડી,

કેમ તું એવો મને ફિટકાર દે?


બોલ તીખું ને પછી હાથે કરી,

જીભ પર મારી મને સિસકાર દે.


લાવ મારા ભાગની "ખુશી" કદી,

હાસ્યને મુજમાં ભરી ગણકાર દે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy