અક્ષરોનો અભિનય
અક્ષરોનો અભિનય
કીકીનો કેમેરો બધું રેકોર્ડ કર્યા કરે!
લમણાની લેબમાં વિચારો અને લાગણીઓનું સંયોજન થાય...!
ને પછી...
રક્તવાહિનીના માર્ગે એ રસાયણ આંગળી સુધી આવે..
ને એ આંગળી જ્યારે કલમને સ્પર્શે ત્યારે અભિવ્યક્તિનો એલોઝન ઝળહળી ઊઠે...
સફેદ રંગમંચ પર અક્ષરોનો કાફલો ઉતરે છે અભિનય અર્થે...
આ અક્ષરો રંગમંચ પર...
હસે છે....
રડે છે...
કયારેક લાલ-પીળાં થઈ જાય છે...
કયારેક લાગણીના રંગે લીલાંછમ થઈ જાય છે...
ને પછી લમણાની લેબથી આરંભાયેલી યાત્રા
જ્યારે વર્લ્ડ વેબ પર પહોંચે,
ત્યારે આત્માને ઓસ્કારનો ઓડકાર આવે છે...