STORYMIRROR

Brijesh Dave

Comedy Inspirational Others

3  

Brijesh Dave

Comedy Inspirational Others

માણસ બદલાઈ ગયો

માણસ બદલાઈ ગયો

1 min
315

નવી ટેકનોલોજીના ટાંકણે ઘાટ અજબ ઘડાઈ ગયો,

સમય અને સંજોગો સાથે માણસ પણ બદલાઈ ગયો,

 

ગુગલ સર્ચ જાણે અક્ષયપાત્ર, જે માંગો તે મળે,

વિકિપીડિયાની કહેલી વાતો, બધાને ઉતરતી ગળે,

ફેસબુક પર મળી મિત્રોને, માનવ બહુ હરખાઈ ગયો,

સમય અને સંજોગો સાથે માણસ પણ બદલાઈ ગયો,

 

વોટ્સએપ, ઈનસ્ટા, સ્કાઇપ પર એટલી થાય છે વાતો,

દિવસ આખો પસાર થાતો, ઓછી પડે છે રાતો,

ટ્વિટરની ચકલીના ચીં-ચીંમાં વનનો મોરલો ભૂલાઈ ગયો,

સમય અને સંજોગો સાથે માણસ પણ બદલાઈ ગયો,

 

સઢ ફેરવો હવે વહાણના, નવો પવન ફૂંકાય રહ્યો,

સમય અને સંજોગો સાથે માણસ પણ બદલાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy