STORYMIRROR

Brijesh Dave

Tragedy Inspirational

4  

Brijesh Dave

Tragedy Inspirational

નથી મળતાં

નથી મળતાં

1 min
428

હૃદયની લાગણીઓને સમજનારા નથી મળતાં

બધાને આ જગતમાં પ્રેમ કરનારા નથી મળતાં,


ફરે છે જાન લઈને તે હથેળીમાં સનમ કાજે

વતનની ધૂળ માટે જાન દેનારા નથી મળતાં,


વિના કારણ કરે વાતો જમાનાને બદલવાની

વખત આવે જમાનાને બદલનારા નથી મળતાં,


સુખી જીવન બીજાનું જોઈને મનમાં બળે છે સૌ

દુઃખી જીવન બીજાનું જોઈ રડનારા નથી મળતાં,


ઘરે છે સૌ પ્રસાદીમાં ઘણી મીઠાઈ ઈશ્વરને

ગરીબોને મુઠી ભર ધાન ધરનારા નથી મળતાં,


લખે જે જોડકા તેને મળે છે દાદ જાજેરી

'વિભવ' સારી ગઝલને દાદ દેનારા નથી મળતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy