STORYMIRROR

Brijesh Dave

Romance Inspirational Others

4  

Brijesh Dave

Romance Inspirational Others

ગઝલ : તમે

ગઝલ : તમે

1 min
524

સ્નેહનું ઝરણું વહાવી દો તમે,

દ્વેષને દિલથી હટાવી દો તમે,


આગ દિલની શાંત થાશે સાંભળી

પ્રેમ છે એવું કહાવી દો તમે,


આપણી મંઝિલ મળે કે ના મળે

કોઈને રસ્તો બતાવી દો તમે,


પુણ્ય કરવું કેટલું આસાન છે

કોઈ રડતાને હસાવી દો તમે,


હોંશથી પોઢી જશું ખોદો કબર

શર્ત છે તેને સજાવી દો તમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance