Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Brijesh Dave

Inspirational

4  

Brijesh Dave

Inspirational

ગઝલ : એવું થોડું હોય ?

ગઝલ : એવું થોડું હોય ?

1 min
662


સૂર્ય બની ઉગવાનું નઈ, એવું થોડું હોય ?

દેહ ધરી મરવાનું નઈ, એવું થોડું હોય ?


દિલ તૂટે ને મન ભાંગે તો આંસું આવે

દુઃખ થાયે રડવાનું નઈ, એવું થોડું હોય ?


આજ નહીં તો કાલે, તે સાચું તો પડશે

સ્વપ્ન કદી જોવાનું નઈ, એવું થોડું હોય ?


રામ કહો, ગોડ કહો, બોલો નામ ખુદાનું

ઈશ્વરને ભજવાનું નઈ, એવું થોડું હોય ?


ઘરની શોભા માટે જઈ પીંજરમાં બેઠા

પંખી થઈ ઉડવાનું નઈ, એવું થોડું હોય ?


આપ "વિભવ"ને શુંકામ કહો ચૂપ રહેવા ?

કવિ થઈ લખવાનું નઈ, એવું થોડું હોય ?



Rate this content
Log in