STORYMIRROR

Brijesh Dave

Inspirational

4  

Brijesh Dave

Inspirational

બે મુક્તક

બે મુક્તક

1 min
382

હાથ ના આવે કશું તો જીવ શાને બાળીયે

કાલ થાશે કૈંક સારું આશ એવી રાખીએ


વસવસાને સાચવીને રાખવાનો ક્યાં સુધી

થઈ જશે હળવું હૃદય જો આંસુ થોડા સારીયે


જ્યાં કદી આદર નહીં ત્યાં આપણું શું કામ છે

આવકારો ભાવથી આપે કદમ ઉપાડયે


આજ કાગળ ને કલમ લઈ જિંદગી છે દોરવી

વ્યસ્તતાની વાડમાંથી મોજ મનની ચોરવી


કેદ તો પાષાણની તોડી શકું કૂંપળ બની

લાગણીની કેદમાં છું, કેમ તેને તોડવી


હોય જો કોઈ વ્યસન પળવારમાં છોડી શકું

પણ હૃદયની ઉર્મિઓને કેમ મારે છોડવી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational