ગઝલ : અલગ છે
ગઝલ : અલગ છે
તારી મારી વાત અલગ છે,
પ્રેમીઓની જાત અલગ છે,
ઇશ્ક બિમારી એવી યારો,
તેમાં દિનને રાત અલગ છે,
દિલ રંગીલું મન મોજીલું,
જીવવાની રીતભાત અલગ છે,
ભાવ ભરીને મીઠી બોલી,
શબ્દોની રજુઆત અલગ છે,
પથ્થર દિલને પણ પિગળાવે,
આશિકની તાકાત અલગ છે.