બંધ દરવાજે ટકોરા થાય છે (ગઝલ)
બંધ દરવાજે ટકોરા થાય છે (ગઝલ)

1 min

77
બંધ દરવાજે ટકોરા થાય છે,
કોઈ મનમાં યાદ આવી જાય છે,
વાત વીત્યે તો ઘણા વર્ષો થયાં,
યાદ આવે આંખ ભીની થાય છે,
'યાદ આવે' એમ હું ક્યાંથી કહું,
તું હૃદયથી ક્યાં કદી વિસરાય છે,
બાળપણથી જે છબી મનમાં હતી,
વૃદ્ધ આંખોને હજી દેખાય છે,
એક માણસથી બીજો માણસ જુઓ,
લાગણીના તાંતણે બંધાય છે,
દિકરો તો મોકલે કાગળ ઘણાં,
અંધ મા ને ક્યાં કશું વંચાય છે.