તારા વગર
તારા વગર
1 min
28.8K
આ નજરો કેટલો સુંદર છતાં
રમ્યતા શું કામની તારા વગર
સ્વર્ણનાં આવાસમાં હું એકલો
ભવ્યતા શું કામની તારા વગર
દેવ જેવું માન પણ ચાહે મળે
દિવ્યતા શું કામની તારા વગર
રૂપના મારા વખાણો થાય પણ
સોમ્યતા શું કામની તારા વગર
કેમ રાખું પ્રેમ ભર્યું આચરણ
સભ્યતા શું કામની તારા વગર
સાથ આપે આ સમય તે શક્ય છે
શક્યતા શું કામની તારા વગર
આ ગઝલમાં જે લખે તે સત્ય છે
સત્યતા શું કામની તારા વગર
આ 'વિભવ' 'બ્રિજેશ' બન્ને એક છે
એક્યતા શું કામની તારા વગર
