STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

દાઢી

દાઢી

1 min
405

કોઈ માનવને સાધુ બનાવે દાઢી,

ગુંડાનું લેબલ પણ લગાવે દાઢી,


વધારવા માંડો ખોટું કામ થાય તો,

મૂળ ઓળખને સાવ ભૂલાવે દાઢી,


બાળકના હાથમાં આવી જાય કદી,

દર્દભરી ચીસ ત્યારે પડાવે દાઢી,


પ્રેસંગ-પ્રેસંગની બલિહારી જુદી,

કોઈ પ્રેસંગમાં રોફ જમાવે દાઢી,


કલા બોલી ‘સાગર’ ધ્યાન ન આપતાં,

આંગળાને કસરત કરાવે દાઢી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy