STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

હીરોનું સ્વપ્ન

હીરોનું સ્વપ્ન

1 min
432

એક રૂપાળા હીરોને સૂતા સ્વપ્ન આવ્યું,

કોઈ દિલ વિંધવા આપણું તીર ફાવ્યું,


સ્વપ્નમાં કોઈ લલના આવતી દેખાણી,

આંખ ખુલ્લી ત્યાં ગધેડીએ મુખ હલાવ્યું,


સ્વપ્નમાં તો કોઈ જાણે કરે છે ચુંબન,

જાગીને જાણ્યું, કૂતરીએ મુખ હટાવ્યું,


સ્વપ્નમાં તો કોઈ વળી માથે પાણી રેડે,

જાગતાં જાણ્યું, કૂતરાએ કામ પતાવ્યું,


સ્વપ્નમાં તો હતી ‘સાગર’ સુંદર પરી,

ભાન આવ્યું ત્યાં પત્નીએ મુખ મલકાવ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy