શિયાળાની સવાર
શિયાળાની સવાર
ઠંડી પડે શિયાળામાં
ઝાકળ પડતું જાય,
સૂરજના કોમળ કિરણો
પછી મેઘધનુષ્ય ક્યાંથી થાય !
બોલો મેઘધનુષ્ય ક્યાંથી થાય !
પૂછતા પૂછતા પંડિત થવાય !
પણ મુખ પણ રંગીન થાય,
ઠંડીમાં શરીરમાં રંગો
સાતે રંગ દેખાય !
બોલો સાતે રંગ દેખાય !
ઠંડીમાં ચાય પીતા
સવાર પણ રંગીન થાય,
સ્હેજ સ્મિત આવે મુખ પર
રવિવાર પણ શુભ શુભ થાય,
બોલો રવિવાર પણ શુભ શુભ થાય !
