STORYMIRROR

MITA PATHAK

Comedy Romance Tragedy

3  

MITA PATHAK

Comedy Romance Tragedy

સમય

સમય

1 min
266

વિતકની ગત વિતક જાણે,

એ સમયમાં ખોરવાયેલ હતા, 


કોઈ સાથ માટે તડપે તો,

 કોઈ સાથ આપી હસતું,


કોઈ તૂટી જાતું હાથ છૂટતા,

કોઈ હાથ મળતા રાજી થાતું,


 ક્યાંક સમય રેતીની જેમ સરકતો,

ક્યાંક સમયની બલિહારી થાતી, 


ક્યાંક રાહમાં કાંટા વેરાતા તો,

ક્યાંક ફુલોની સેજ પથરાતી, 


ક્યાંક દિલમાં હતી વ્યથા તો,

ક્યારેક ખુશીના છલકતા આંસુ,


ક્યાંક સુખનો છાયડો તો,

ક્યાંક દુઃખનો વાયરો હતો, 


કોઈ પ્રેમમાં પાગલ તો,

કોઈ નફરતની દાહમાં હતું, 


કોઈ રામ, શ્યામને ભજતું,

એના ભરોસે જીવન ધસતું,


પાર હવે કર્મ કે ભક્તિ કરે,

કોઈ એમ વિચારી ભજતું,


હવે સમય કરશે બેડો પાર,

સમજી જીવન એમ ધબકતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy