શિયાળો
શિયાળો
શિયાળાની સવાર આવી હોય,
ડગ ડગતી દાઢી હોય,
શેરીએ શેરીએ તાપણાં હોય,
પાણી તો જાણે હિમ હોય,
ધુમ્મસની જાણે હોળી હોય,
ચાની લારીએ બંધાણીઓની ટોળી હોય,
હરખપદુડા,જોશીલાઓના તન પર આવી ઠંડીમાં પણ પરસેવો હોય,
તો ક્યાંક રજાઈ પોઢી ઊંઘતું ગલુડિયું હોય,
પ્રભાતે ઘનઘોર અંધારામાં તારાઓ રમણીય હોય,
ઉદરમાં તો જાણે ઊંદરડાઓનું ઝૂંડ પેસી જાય,
મોસમી શરદીથી પીડાતું નાક રેલમછેલ હોય
મહાનુભાવોને પાણીનો ફોબિયા થઈ ગયો હોય,
પંદર પંદર દિવસ સુધી સ્નાન કરતા ના હોય,
કંઈક આવો જ શિયાળો હોય છે.
