ખુશ નથી હોતા
ખુશ નથી હોતા
અન્યની તોલે તુલના કરનારા,
અજાણ છે એ વાતથી,
કે ખુશ દેખાતા બધા જ ખુશ નથી હોતા...
પોતાની જિંદગીના રમકડાંની ચાવી,
દુનિયા અને સમાજને સોંપનારા ક્યારેય ખુશ નથી હોતા...
દોલતનાં નશાનું મૃગજળ ફેલાયું છે,
બધા જ અમીર પણ ખુશ નથી હોતા..
આખી જિંદગી ખુશ હોવાના દેખાડા કરનારા,
અંતરાત્માથી કોઈ ખુશ નથી હોતા....
ખુશ હોવામાં અને ખુશ દેખાવામાં બહુ જ ફરક છે,
સાહેબ ! બધા હસતા ચહેરાઓ દિલથી ખુશ નથી હોતા.
