પરમાત્માની ઝાંખી
પરમાત્માની ઝાંખી
શોધતી'તી પથ્થરોમાં પરમાત્મા તુજ ને,
કરતી'તી દૂધની ધારા તુજ પર,
દીઠયો મે આજ ભૂખ્યો બાળ,
ઝીલ્યો મે આજ એનો હાથ.
ભૂખ છીપાવી દૂધથી તેની
જોઈ મન હરખાયું આનંદથી,
આજ પ્રસન્ન કર્યો હરી તુજ ને
આજ આનંદ મળ્યો મુજ ને..
શોધતી'તી હું પથ્થરોમાં પરમાત્મા તુજ ને
પ્રગટાવતી'તી હું રોજ ઘી ના દીપ
આજ દીઠયું મેં અંધેરું ઘર,
આજ મિટાવી તેનો અંધકાર
જોઈ મન હરખાયું આનંદથી.
આજ પ્રસન્ન કર્યો હરી તુજ ને,
આજ આનંદ મળ્યો મુજ ને.
શોધતી'તી હું પથ્થરોમાં પરમાત્મા તુજ ને
કરતી'તી દાન રૂપિયાનું તારા મંદિરીયે,
દીઠયો આજ મે થર થર કંપતો ઇન્સાન,
તેની ઠંડ છીપાવી તારા હિસ્સામાંથી,
જોઈ મન હરખાયું આનંદથી
આજ પ્રસન્ન કર્યો હરી તુજ ને,
આજ આનંદ મળ્યો મુજ ને.
શોધતી'તી હું પથ્થરોમાં પરમાત્મા તુજ ને
ધરાવતી'તી છપ્પન ભોગ તુજને,
આજ દીઠયો મે ભૂખ્યો ઇન્સાન,
ધર્યો ભોગ મે ભાવથી,
જોઈ મન હરખાયું આનંદથી
આજ પ્રસન્ન કર્યો હરી તુજ ને
આજ આનંદ મળ્યો મુજ ને.
શોધતી'તી હું પથ્થરોમાં પરમાત્મા તુજ ને
તુજ ને ખુશ કરવા ને રોજ મંદિરીયે હું આવું રે,
આજ જોઈ મન હરખાયું આનંદથી,
આજ જોઈ તેનું સ્મિત પામી તારી ઝાંખી રે.
