યુવક
યુવક
બાળપણથી વૃદ્ધપણાનું મધ્યાંતર છે યુવક,
ઠોકરોથી ઘડાયેલું નક્કર વાસ્તવિક છે યુવક,
ભાવિ પેઢીના બાંધકામમાં ભાગ ભજવતો યુવક,
ભવિષ્ય નક્કી કરવાનો ભોમિયો છે આ યુવક,
વિશ્લેષણથી વિમર્શ સુધીનો પાઠ છે યુવક,
વિલંબથી વિશ્વાસ ભણતી હકીકત છે યુવક,
હારથી વિજેતા બનવા સુધીની સફર છે યુવક,
નવી વિચારધારાથી તસ્વીર બદલતો આ યુવક,
ભાતભાતના રંગોથી રચાતું જીવન ચિત્રપટ છે યુવક,
"પ્રણવની કલમે" અક્ષરોને કાગળનો સંબંધ છે યુવક.
