યોગ્ય સમયે; યોગ્ય વાત.
યોગ્ય સમયે; યોગ્ય વાત.
કહી દે દિલની વાત,
નહીંતર સમય વીતી જશે,
પુરૂ કર મનનું ફિતુર,
નહિતર ઝનૂન ઓસરી જશે,
ન રાખીશ રૂપનો ગર્વ,
કેટલું તે ટકી રહેશે !
પ્રભાતનું પુષ્પ છે એ,
સાંજ પડ્યે ખરી જશે,
હિંમત રાખી વધ આગળ,
સમય તારો પલટી જશે,
વિષાદના આ કાળા વાદળા,
આનંદની લહેરખીથી હટી જશે,
દબાવાની કોશિશ ન કર,
જેની દિલથી પ્રીતિ હશે,
નહિતર મુઠ્ઠીની રેતની જેમ,
તારા હાથમાંથી સરી જશે,
પ્રશાંત, કંકાસમાં સમય કેમ બગાડે ?
જીવનમાં અંતે દુઃખો જ રહી જશે.
