Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

N.k. Trivedi

Abstract Romance

4  

N.k. Trivedi

Abstract Romance

યાદોને દિલની તિજોરીમાં બંધ

યાદોને દિલની તિજોરીમાં બંધ

1 min
386


યાદોને દિલની તિજોરીમાં બંધ રાખી છે

જ્યાં મળતાં તે જગ્યાને અકબંધ રાખી છે,


તમે કદીક આવશો આ તરફ એમ માનીને

બાગની ખુશ્બૂ હવામાં ચકબંધ રાખી છે,


હવા પણ આપશે સંદેશ એમ માનીને

ઘરની બારીઓને પણ અબંધ રાખી છે,  


અટારી એ ચડી નીરખું છું રસ્તો આપનો

ઝાંખી નજરે આંખોને અનુબંધ રાખી છે,


 મળતાં હતાં જ્યાં ને ક્ષણો હતી જે પ્રેમની

વીતેલી ક્ષણો, આજે-ય સીલ બંધ રાખી છે.


અબંધ--- બંધ ન હોય તેવું. 

અનુબંધ ---હેતુ ઈરાદો સતતપણું બંધન જોડાણ

ચકબંધ---બધું. સઘળું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract