STORYMIRROR

Sheetlba Jadeja

Tragedy

3  

Sheetlba Jadeja

Tragedy

વ્યથા

વ્યથા

2 mins
236

આંખોમાં હવે રોશની નથી, દાંત ડાડમ જેવા નથી,

પગ હવે ઘોડીના સહારે ચાલે છે, હૈયું હવે પરપોટું બની ગયું છે,

વાળ મારા સોનેરી થઈ ગયા છે, એની ઘુંચવણો ને સુલજાવવાવાળું કોઈ નથી.


પગમાં મારા ઝાંઝર નથી, હાથમાં મારી ચુડલી નથી,

કપાળમાં ચાંદલીયો નથી, ડોકમાં હવે કોઈ સૂત્ર નથી,

કમરમાં કોઈ કૂંચીનો ઝુડો નથી,

શોખને તો તારી રાખ સાથે ક્યારના ગંગામાં વહેડાવી દીધા,

હવે ખીલીએ ટાંકેલા ફોટામાં તાકીને જુવે છે ને,

પૂછે છે મને કે શોખને ક્યાં સંતાડ્યા છે ?


તોય ક્યારેક જોઈ લવ છું અરીસામાં એમ સમજી,

કે તું મને ફોટામાંથી જુવે છે,

ઈશ્વર અને તું પણ કેટલા બેવફા છે ?

તારા ગયા પછી એ પણ ક્યાં મને બોલાવે છે ?


અનુભવોના પટારાની હવે અહીં જરુર નથી !

ઘડપણની અહીં કોઈને કદર નથી !


સંપતિની જરુર છે બધાને વારસાને માટે,

દેહની જરુર છે અહીં સૌના સ્વાર્થને માટે,

તેમ છતાંય તારા ખીંટીએ ટાંગેલા ફોટાને જોઈ,

મારો શ્વાસ ચાલે છે ‍! ને જીવી રહી છું !


સ્મરણો મારા જાગી ઊઠે છે, એ પટારાની તસવીરોને જોતા,

ફર્ક નહીં રહે આપણને જીવનની જીવાદોરીમાં,

લાગે છે કે તને લઈ જઈ ઈશ્વરે તાળું માર્યું આ ઘરમાં,

કૂંચી એને ખોઈ નાંખી !

તારું અને મારું અંતર જાજું છે !

અને અહીં જવાબદારીના પોટલાઓ ભારી છે !


સાગરનાં મોજા તો કદાચ રોકાઈ જાય !

પણ આ તો આંસુઓની ધારા છે,

સૂકાતી જ નથી, રોજ ચોધાર ભીંજવે મને !

હવે જાજું અંતર નહીં કર, ઓ ઈશ્વર !


તું માપ્યા વગર દર્દોનો વરસાદ કરે છે ?

મુંજાઈ જાવ છું, આ એકલતાના મહેલમાં,

અરજ મારી સાંભળી લે, આ એકલતાના મહેલમાં,

જીવાદોરીની દોરી આ ખેંચી લે પ્રભુ, ખેંચી લે પ્રભુ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy