વ્યથા
વ્યથા


પીડાનો જાણે ઉદય થયો,
હાસ્યની કિલકારીનો જાણે અસ્ત થયો,
પિતાના ખભે આત્મજની અર્થી ને
જનનીના મુખે આત્મજાના મરશિયા.
જ્યેષ્ઠ બંધુના ભાગ્યમાં,
અનુજનાં અસ્થિ,
બહેનની આંખમાં અશ્રુની હેલી.
વિધાતા જાણે ક્રૂર બની,
ઈશ્વર જાણે વેરી બન્યો,
કારણકે,
મારા જ અનુજના મૃત્યુની,
હું સાક્ષી બની.
સાંભળ્યું છે બધું કર્મને આધિન છે,
પણ વાસ્તવિકતા સ્વીકારવી પીડાદાયક છે.
વર્ષોના વ્હાણામાં વાત વિસરાય છે,
પણ સ્મરણ થતાં અંતરમાં શૂળ ભોંકાય છે,
આંખમાં કાચની જેમ એ પળ ખૂંચે છે,
દિવસો વીતે છે સ્વજનની યાદમાં,
પણ પીડા સદાય રહે છે ચીર સ્મરણમાં.