STORYMIRROR

Bhavna Bhatt

Children Inspirational

3  

Bhavna Bhatt

Children Inspirational

વ્યસન છોડો

વ્યસન છોડો

1 min
10.4K



તમે સિગરેટ છોડો ને તમે દારૂ પણ છોડો,

નહીં તો રોગ થવાના વેલા કે મોડા,


તમે પડીકી છોડો ને સિનેમા પણ છોડો,

તમે વ્યસનને મૂળમાંથી મુકો,


અલ્યા ભાઈ વિદ્યાર્થીને વળી વ્યસન કેવા,

તમે ભણવામાં મનને લગાવો,


આપ્યા પાઠો વાંચીને તમે પાકા કરો,

નહીં તો પરીક્ષામાં થાશે ફજેતો,


તમે ખરાબ ભાઈબંધીથી બચતા રહો,

તમે સાચાનો સંગ ના છોડો,


તમે માતા પિતાને ના દુભાવશો જરી,

તમે વિધાર્થી ભાઈ બહેન સંપીને ભણો,


ભાવના તમે સારા માણસ બની દેખાડો,

તમે થોડાં આ નિયમ પાળો.........


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children