Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aswin Patanvadiya

Classics Tragedy

3.8  

Aswin Patanvadiya

Classics Tragedy

વતન મહીં

વતન મહીં

1 min
728

એક લટાર મારી મેઁ મારા વતન મહીં.

નથી ઘર પછવાડે વાડા ઈ વતન મહીં.

નજરે નથી આવતા પક્ષીઓ એકાદ,

નથી ચકલી તણા માળા ઈ વતન મહીં.

ગામડું ગયું કે, શહેર પી ગયું આ ગામને.

છાપરે ચઢી ગયા છે ધાબા, ઈ વતનમહીં.

રહી છે ગાય ભેંસ, માનવ સ્વાર્થ થકી.

તેથી નથી આખલા- પાડા, ઈ વતનમહીં.

આનંદ નથી આવતો, આ બેરંગી પુષ્પોથી,

કારણ, નથી આબાં-લીમડા, ઈ વતન મહીં.

વ્યાપી રહ્યો છે સઘળે જ્ઞાનનો બીઝનેસ,

તેથી નથી રહી સરકારી શાળા, ઈ વતનમહીં.

મન ઉપર ચાલે છે, પૈસા કેરું ચગડોળ,

તેથી નથી માનવીમાં "સ્નેહ", ઈ વતનમહીં.

Rate this content
Log in

Similar gujarati poem from Classics