Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniruddhsinh Zala

Romance Tragedy Crime drama comedy

4.3  

Aniruddhsinh Zala

Romance Tragedy Crime drama comedy

24, વસુંધરાનું સૌંદર્યને વિરતા

24, વસુંધરાનું સૌંદર્યને વિરતા

4 mins
218




વસુંધરાનું સૌંદર્યને વીરતાનાં વહેણ 

          ભાગ 24

       રાજની આજ્ઞા બજાવતા મહાવીરસિંહને સાક્ષત કાળ પણ રોકી ન શકે કુંવર..! તમે એક યુદ્ધમાં પરાક્રમ બતાવા એટલા બધા મહાન ન બની જાવ કે બીજા વીરોની કદર ન કરો. મહારાજ આદિત્યસિંહ સાથે હજારોની ફોજ વચ્ચે મોટ હાથમાં લઈ અમે ઝઝૂમ્યા છીએ. હરેક વાર મહારાજ પરનો વચમાં આવી ઝીલ્યો છે. મહાવીરસિંહ નામથી જ દુશ્મનો થથરે છે. એ આપ હમણાં જ મલેચ્છને મોઢે સાંભળી ચુક્યા છો. અને હું તમારો વડીલ કાકા પણ છુ. પરીવાર જ રાજાને રાજા બનાવે છે મુગટ પહેરાવે છે. એટલે મને મારી ફરજ પુરી કરવાં દો રસ્તામાંથી હટી જાવ"


કુંવર કહે,.. "કાકાશ્રી આપને અને આપની વીરતાને હું વંદન કરું છુ આપની વીરતામાં કોઈ શક નહી. મારાં કરતાં પણ આપ અનેકગણા કાબિલ છો એટલે હું ફક્ત વિનંતી કરું છુ કે મારી મહેમાનનાં સ્વામાન જળવાય તે માટે કેદ ન કરશો "


કુંવર એ બાબતે હું કોઈ બાંધછોડ કરવાં માગતો નહી. અને આજ ઝરૂખેથી ઉતરીને છાવણીમાં ગયેલ છે તે મારો શક પાકો છે. તે પૂર્ણ સત્ય છે એટલે હતી જાવ રસ્તામાંથી આખરીવાર કહું છુ. "


  વીર સેનાપતિ ની ધીરજ હવૅ ખૂટી રહી હતી. તે પણ જિદ પર અટલ હતાં


 કુંવર કહે,.. તો મારો વધ કરી પછી જ અને લઈ જજો... !


  કુંવર... ! સેનાપતિ ગુસ્સામાં બોલ્યા હાથ તેમનો તલવાર પર સરી પડ્યો..


 સાવધાન..! રાજમાતાં પધારી રહ્યાં છે.. છડી પોકારતાં જ સડસડાટ ભીતર આવતાં રાજમાતાં બોલ્યા,


"કુંવર સેનાપતિજી તમારાં વડીલ છે તેમની માનમર્યાદા જાળવવી એ ફરજ છે તમારી તેમને અમે સોંપેલ તપાસમાં વચ્ચે આવી તમે શુ સાબિત કરવાં માંગો છો ?


કુંવર હાથ જોડી ચૂપ થઈ ગયાં સેનાપતિ પણ પોતાની ભૂલ થઈ હોય તેવો અનુભવ કરતાં શાંત બની ગયાં.


પણ એજ સમયે ચાંદ કુંવરી આગળ આવી કહે,


  "કુંવર તમને ભરોસો છે હું નિર્દોષ છુ. પણ આ બધાને પણ હોય તેવું જરૂરી તો થી જ "


કુંવર શાંત બની તેણે સાંભળી રહ્યાં.


  ચાંદ રાજમાતાંને પ્રણામ કરતાં બૉલી,... " રણવીર આ રાજમાતાં અને સેનાપતિજી આપને ખુબ જ ચાહે છે. તે પરમ સત્ય છે. તો કોઈકવાર તેમનું સન્માન જાળવવા અપડે કષ્ટ વેઠી પણ ચૂપ રહેવું તે એક વીર માટે શોભનીય રહેશે.


અને રહી મારી ચિંતા ની વાત તો હું નિર્દોષ છુ તો મને કોઈ કેદનો ભય નહી.


વનદેવતા મને સહાય કરશે. 


પછી કુંવરને હાથ જોડી કહે,...


"મારી આખરી વિનંતી છે આપને કે સેનાપતિજીને તપાસ કરવા દો.


તે પોતાની રીતે યોગ્ય જ છે. પણ તે તમારી જેમ હદયની ભાષા સમજી શકતા નથી એટલે તે સેનાપતિ તરીકે જવાબદારી નિભાવે તે સાચી દિશામાં જ છે. હવૅ આપ એકપણ શબ્દ બોલશો તો મને સમજી નહી શકતા ઍમ હું માનીશ.."

"હૈયુ બળે ભીતરે, પણ કેમ કરી કહેવાય વડીલોના વચન કાજ ખુદ જલી સહેવાય"

 કુંવર વ્યથીત બની દૂર ખસી ગયાં. તેમને ઍમ કે ચાંદ મારાં માટે મને બચાવવાં આમ કરે છે. પણ રણવીરને પોતાને લાગ્યું કે હું જ ચાંદને નોર્દોષ ન કરી શક્યો તે મારી ભૂલ છે જેની સજા ચાંદને મળે છે.


ચાંદની જાપ્તામાં લઈ સૈનિકો આગળ વધે છે ત્યાં જ ગુસ્સામાં રણવીર કાબુમાં ન રાખી શકતાં અચાનક

 ધડામ... કરતા જોરથી અવાજ થતાં સહું સ્તબ્ધ થઇ જાય છે. રાજમાતા જોતાં જ ચિસ પાડે છે, "અરે રે રણવીર...!


તો ચાંદ જોતા જ સૈનિકોના બે ભાલાને હાથના ઝાટકેથી ફગાવી દિધો બે સૈનીકો પ્રચંડ વેગથી મારેલ જંગલપરીનો ઝાટકો સહન કરી શકતા ભીંત સાથે અથડાયા. સેનાપતિ મહાવીર સિંહ પણ સહમી જઈ વિચારમુદ્રામાં ઊભા રહી ગયા.

બન્યુ એવુ કે જવામર્દ રણવીર લાચાર બની ઊભો રહ્યો પણ પોતાના વડે રક્ષાયેલ માનતી ચાંદપરીની ધરપકડ સહન ન કરી શકતાં પાછળથી જોરદાર મુક્કો મજબુત મહેલના સ્તંભને માર્યો ને જોરદાર અવાજ સાથે વાગતા આ મજબુત થાંભલો આ વીરનો માર સહન ન થતાં સ્તંભમાં ઉભી તિરાડ પડી ગઈ.

અને રણવીરના હાથેથી પણ લોહા ટપકવા લાગ્યુ હતુ. આ જોતાં જ દરેકના ચેહરા પર અલગ અલગ મનોભાવ પ્રગટ્યા. તો ચાંદ તો પોતાની જાત પર જ કાબુ ગુમાવી બેઠી હતી. તેણે ગુસ્સામાં આંખો બંધ કરી ઉભેલ રણવીરનો હાથ પકડી લોહી વહેતુ બંધ કરવા કોશીશ કરી.

રાજમાતા જોરથી બોલ્યા, "સૈનિકો રાજવૈદને તરત મહેલમાં હાજર કરો .." 

  તો આ તરફ કુંવરના લોહીથી રંગાયેલ હાથ સાથે ચાંદ દોડી પોતાના કક્ષમાં તો સેનાપતિને લાગ્યુ કે તે ભાગવાની કોશીશ કરે છે તો સૈનીકોને ઈશારો કરતા જ બે સૈનિકોએ તલવાર આડી ધરી તો ગુસ્સામાં ચાંદનો બેયના હાથ પર પ્રચંડ પ્રહાર થતાં બેયના બાવડાં ઉતરી ગયા ત ચીખવા લાગ્યા,

ને ચાંદ અંદર ગઈ. હવે સેનાપતિ ગુસ્સામાં તલવાર ખેચી રોકવા રુમમાં જતાં હતા, ત્યાં જ ચાંદ વનસ્પતિ સાથે પાછી ફરી. સમજુ સેનાપતિ પળમાં સમજી ગયા કે આ ભાગવા માટે નહી પણ કુંવરના ઉપચાર માટે ચાંદનો હુંમલો હતો. તેમણે બાજુ ખસી તલવાર મ્યાન કરી, માનભેર વનકુંવરીને જગ્યા આપી બહાર આવવા ઈશારો કર્યો. બધા જ ચુપ હતા.


ક્રમશ:

આગળ ભાગ 25




          


Rate this content
Log in

Similar gujarati poem from Romance