Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shukla

Fantasy

3  

Nisha Shukla

Fantasy

વસંતની શોભા

વસંતની શોભા

1 min
165


પીળાં કેસરિયાં ફૂલોની ભરમાળ,

અવર્ણનીય રંગોથી કુદરત બની રસાળ !

ડાળે ડાળે ઝૂક્યો, ફૂલોનો રસથાળ,

જાણે ફૂલોના ગણવેશમાં,

પૃથ્વી બની બાળ !


રંગબેરંગી ફૂલોથી રસ્તા 

જાણે બન્યા મહંત,

ખીલી પૂરબહારમાં, જાણે આજ વસંત !


ચિતારાએ પૂરી, જાણે અવર્ણનીય ભાત,

ખીલીને મહેકી ઊઠ્યું,

જાણે વસંત પ્રભાત !


આજ પડ્યા પગલાં વસંતના ચમનમાં,

કુદરત પણ ઝૂકી ગઈ, આજ જાણે નમનમાં !

નથી હોતું સરળ, માણવું સૌંદર્ય વસંતનું,

માણતા પહેલાં શીખવી પડે 

ભાષા વસંતની !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy