STORYMIRROR

VARSHA PRAJAPATI

Fantasy

4  

VARSHA PRAJAPATI

Fantasy

વર્ષા

વર્ષા

1 min
433

ક્યારેક સાંબેલાની ધારે વરસતી વર્ષા,

ક્યારેક ઝરમર હેલી બનતી આ વર્ષા.

ક્યારેક નદીઓને ગાંડીતૂર કરતી આ વર્ષા,

ક્યારેક ઝાંઝવાના નીર બનતી આ વર્ષા.


ક્યારેક મયૂરનું નૃત્ય બનતી આ વર્ષા,

ક્યારેક ચાતકની પ્યાસ બનતી આ વર્ષા.

ક્યારેક વરસીને વરદાન આપતી આ વર્ષા,

ક્યારેક અદ્રશ્ય રહી શાપ આપતી આ વર્ષા.


ક્યારેક વાદળની સોડમાં રહેતી આ વર્ષા,

ક્યારેક ધરાનો ખોળો ખૂંદતી આ વર્ષા.

કહેવાય છે ઋતુઓની રાણી આ વર્ષા,

શું ક્યારેય કોઈને ભીંજાવશે આ વર્ષા?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy